Tue,29 April 2025,1:19 am
Print
header

અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 જવાનોનાં ઘટના સ્થળે જ મોત- Gujarat Post

અકસ્માતના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ

પંજાબ તપાસ માટે જઇ રહી હતી ટીમ

અમદાવાદઃ રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ અર્થે પંજાબ જઇ રહી હતી તે દરમિયાન રસ્તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસકર્મીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. હરિયાણાના સિરસામાં ભારત માલા ફોરલેન પર  આ દુર્ઘટના બની હતી. જેમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે.

ડબવાલી પોલીસના જણાવ્યાં અનુસાર, દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ સુનીલ કુમાર અને પ્રકાશ ભારત તરીકે થઇ છે. જ્યારે એકની ઓળખ બાકી છે. આ અકસ્માતમાં પીએસઆઈ જયેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch