આવતીકાલે સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રા
રાજકોટઃ અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતું. જોકે તેમના ડીએનએ હવે મેચ થયા છે અને રાજકોટમાં અંતિમયાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.
રાજકોટ શહેર તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, વેપારીઓ તેમના સગા-સંબધીઓઓ જનતા રામનાથપરા સ્મશાને જનારી અંતિમ યાત્રામાં જોડાશે, રાજકોટ શહેર પોલીસે પણ અંતિમ યાત્રાને લઇને તૈયારીઓ શરૂ કરી છે. રૂટ ઉપરથી અંતિમ યાત્રાના પસાર થવાના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યાં છે.
રાજકોટ શહેરમાં પ્રકાશ સોસાયટીમાં "પુજીત" મકાનથી પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નાગનાથ મહાદેવ મંદિર, નિર્મળા રોડ, કોટેચા ચોકથી કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટ ફુડ ટી-પોઇન્ટ, ડો. દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ, હરીભાઇ હોલ ચોક, રાડીયા બંગલા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક, કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઇન્ટ, કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા સ્મશાન સુધી તથા ભાવનગર રોડ પર પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ (અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે વિજય રૂપાણીના પુત્ર તથા તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે વીડિયો કોલથી વાત કરી સાંત્વના આપી હતી. તેમણે અંજલિબેનને કહ્યું કે, અમે ખૂબ જ દુઃખી છીએ. બહુ મોટો આઘાત લાગ્યો છે. એક સારા વ્યક્તિનું આ રીતે મૃત્યુ થયું, ધીરજ રાખો. અમે તમારા દુઃખમાં સાથે છીએ. આ દુર્ઘટના કોઈના હાથમાં નહોતી. બાળકોની સંભાળ રાખજો.
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ પરેશ ગોસ્વામી મેદાનમાં, કહી આ વાત | 2026-02-16 17:04:58
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
બ્રહ્મકુમારીઝ દ્વારા રાજકોટમાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો સમાજ માટે ઉપયોગી | 2026-02-15 10:57:26