Wed,16 July 2025,7:33 pm
Print
header

86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક

  • Published By mayur patel
  • 2025-06-16 10:49:28
  • /

અમદાવાદઃ શહેરમાં ગત ગુરુવાર, તા. 12મી જૂને એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, અનેક લોકોનાં મોત થયા હતા, જે બાદ યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચીંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે. મળતી વિગત પ્રમાણે, અત્યાર સુધીમાં 86 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા હતા. જે પૈકીના 33 લોકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય મૃતદેહો પણ સોંપવાની કામગીરી યથાવત્ છે. જે 33 મૃતદેહો સોંપી દેવામાં આવ્યાં છે તેઓના નામની યાદી પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર DNA સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી, જરૂરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ પર 170 કોફિન પણ તૈયાર રાખવામાં આવ્યાં છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તમામ બિલ્ડિંગ પર આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch