Wed,16 July 2025,7:53 pm
Print
header

Breaking News: અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 200 મુસાફરોના મોતની આશંકા

  • Published By Mahesh patel
  • 2025-06-12 14:19:44
  • /

અમદાવાદઃ એરપોર્ટની નજીક મેઘાણીનગરમાં આઇજીપી ગ્રાઉન્ડમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું છે.અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ લોકોમાં ભાગદોડ મચી ગઇ છે. રહેણાંક વિસ્તાકમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેમાં 242 લોકો મુસાફરી કરી રહ્યાં હતા.

એર ઇન્ડિયાનું બોઇંગ 171 અમદાવાદથી લંડન જઇ રહ્યું હતુ, 1.38 વાગ્યે ટેક ઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઇ ગયું હતુ, રેસક્યું ટીમ ઘટના સ્થલે પહોંચી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે, આ પ્લેનમાં 242 લોકો સવાર હતા.

દૂર દૂર સુધી પ્લેનમાં લાગેલી આગના ધૂમાડા દેખાઇ રહ્યાં છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં પહોંચ્યો છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch