Wed,16 July 2025,8:47 pm
Print
header

પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ

  • Published By Mahesh patel
  • 2025-06-12 17:45:54
  • /

મેડે” શબ્દ ફ્રેન્ચ શબ્દ “મ’એઇડેઝ” પરથી આવ્યો છે, જેનો અર્થ છે “મને મદદ કરો” 

અમદાવાદઃ એર ઈન્ડિયાના લંડન જતા પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા તે ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનાથી દેશભરમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટના સાથે જ ફ્લાઈટ સંબંધિત મહત્વની જાણકારી સામે આવી છે. પાયલોટે મેડે કોલને સંકેત આપ્યો હતો, એટલે કે જોખમ હોવાનું જણાવ્યું હતુ.

મેડે શબ્દનો ઉપયોગ પાયલોટ ઈમરજન્સી સમયે કરે છે. તેનો મતલબ મારી મદદ કરો એમ થાય છે. જાણકારી અનુસાર એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા પહેલા તેના પાયલોટ તરફથી એટીસીને આ સિગ્નલ આપવામાં આવ્યું હતું. 

કોઈ પણ ફ્લાઈટમાં મેડે કોલ એટલે ઈમરજન્સી સ્થિતિનો મેસેજ હોય છે. આ મેસેજ પાયલોટ ત્યારે આપે છે જ્યારે વિમાન કોઈ સંકટમાં હોય, જેમકે વિમાનનું એન્જીન ફેલ થઈ જવું, આગ લાગવી, હવામાં કોઇ ટક્કરનું જોખમ હોય, યાત્રી કે ક્રૂના જીવને જોખમ હોય તો આવી સ્થિતીમાં આ મેસેજ દ્વારા પાયલોટ એલર્ટ કરે છે.

કોલ કનેક્ટ થતાં જ પાયલોટ  Mayday શબ્દ ત્રણ વખત બોલે છે. જેથી કોલ રીસીવ કરનાર સતર્ક થઈ જાય છે અને આગળની જાણકારી ધ્યાનથી સાંભળીને મદદ માટે તમામ પ્રયાસ કરે છે.

અમદાવાદમાં પણ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ પહેલા પાયલોટ સુમિત સભરવાલે ક્રેશના સંકેત આપી દીધા હતા અને મદદ માંગી હતી. સુમિતની સાથે બીજા પાયલોટ તરીકે ક્લાઇવ કુંદર પણ હતા.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch