Wed,16 July 2025,8:30 pm
Print
header

Big News: એર ઇન્ડિયામાં સવાર તમામ 242 મુસાફરોના મોતનો ન્યૂઝ એજન્સી AP નો દાવો, DNA ટેસ્ટ માટે પરિવારજનોને બોલાવાયા

  • Published By Mahesh patel
  • 2025-06-12 18:22:31
  • /

અમદાવાદઃ એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થતા તેમાં સવાર તમામ 242 મુસાફરોનાં મોત થઇ ગયા હોવાનો ન્યૂઝ એજન્સી એપીએ દાવો કર્યો છે, પ્લેનમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને તેમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા છે, લાશોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

બીજી તરફ તંત્ર તરફથી કહેવામા આવ્યું છે કે મૃતકોના સંબંધીઓ હોસ્પિટલ આવીને સેમ્પલ આપે, જેથી કરીને તેમના સ્વજનોનો ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવે. લાશોની હાલત ખુબ જ બળી ગયેલી છે, જેથી તેમને ઓળખવી મુશ્કેલ છે. 

મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડીંગમાં વિમાન ક્રેશ થતા અભ્યાસ કરી રહેલા 20 જેટલા ડોક્ટર્સના મોતની આશંકા સેવાઇ રહી છે, આ મામલે તંત્રએ હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા અને સ્થિતીની સમીક્ષા કરી હતી.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch