અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી નાખ્યો છે. શોરૂમમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી ફરાર થઈ ગયેલા સેલ્સ એક્ઝિક્યુટિવ દર્શન સોનીની પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પકડાયેલો શખ્સ રીઢો ગુનેગાર હોવાનું અને તેની સામે અગાઉ 13 જેટલા ગંભીર ગુના નોંધાયા હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, પેલેડિયમ મોલમાં આવેલા 'ઓરા ફાઇન જ્વેલરી' શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા દર્શન અશ્વિન સોનીએ 17 ઓગસ્ટના રોજ ચોરીની યોજના પાર પાડી હતી. તેણે શોરૂમ બંધ થયા બાદ સાથી કર્મચારીને 'હું અંદર બેગ ભૂલી ગયો છું' તેવું બહાનું બતાવીને શોરૂમની ચાવી મેળવી લીધી હતી. ત્યાર બાદ રાત્રિના સમયે શોરૂમ ખોલી તિજોરીમાંથી રૂ. 5,90,242ની કિંમતના સોનાના દાગીના અને ડાયમંડ ચોરી લીધા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, શોરૂમ સંચાલકોએ વસ્ત્રાપુર પોલીસ મથકે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી.
ચોરી કર્યા બાદ આરોપી નોકરી પર ગેરહાજર રહ્યો હતો અને ઘર છોડીને નાસતો ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે વસ્ત્રાપુર પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, મોજશોખ અને નાણાંની જરૂરિયાત પૂરી કરવા તેણે આ ચોરી કરી હતી. ચોરી કરેલા ઘરેણાં તેણે માણેકચોકના ‘ભક્તિટચ’ નામના સોનીને વેચી દીધા હતા અને મળેલા નાણાંથી અલગ-અલગ સ્થળોએ ફરી મોજશોખ કર્યા હતા. પોલીસે હાલ સોની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૂળ પાટણનો અને અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં રહેતો દર્શન સોની ધોરણ 12 પાસ છે અને છેલ્લા 10 મહિનાથી આ શોરૂમમાં નોકરી કરતો હતો. તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી સામે વર્ષ 2016 થી લઈને અત્યાર સુધીમાં પાટણ, ડીસા, ચાંદખેડા, વાડજ, સોલા, નવસારી અને ગાંધીનગર સહિતના પોલીસ મથકોમાં પ્રોહિબિશન, ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચેઈન સ્નેચિંગ, અકસ્માત અને પાસા સહિત કુલ 13 ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44