Tue,23 April 2024,11:42 am
Print
header

અમદાવાદમાં જાહેરમાં દારૂની બોટલ સાથે દેખાયો શખ્સ, કહ્યું SOGનો માણસ છું- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

રાજ્યમાં થોડા સમયથી દારૂને લગતા વીડિયો થઇ રહ્યાં છે વાયરલ

અમદાવાદમાં વધુ બે વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. હવે દારૂનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો કાંકરિયા રોડ પાસેનો હોય તેમ લાગી રહ્યું છે. કાંકરિયા રોડ પર જાહેરમાં દારૂ પીતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં દારૂની બોટલ લઈને ફરતો શખ્સ જોવા મળી રહ્યો છે, દારૂની બોટલ પકડી ઉભેલો વ્યક્તિ SOGનો માણસ છું અને ત્યાંથી બોટલ લઈને આવ્યો છું તેવું કહી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે ગુજરાત પોસ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ઉપરાંત અમદાવાદમાં દારૂ બિયરના અડ્ડા ધમધમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ થયેલો વીડિયો નરોડા વિસ્તારનો હોવાનું અનુમાન છે. આ અડ્ડા પર દારૂ બિયર, ગીતો અને ખાવાની મહેફિલ થતી હોય તેવા દ્વશ્યો છે. ત્યારે વારંવાર આવા વીડિયો આવતા પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ છે તે નક્કિ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch