Sat,20 April 2024,10:06 am
Print
header

કૃષ્ણનગરમાં ભાજપના કોર્પોરેટરને કારમાંથી બહાર કાઢીને ઢોર માર મારવામાં આવ્યો, ઘરો કપાતમાં જતા હોવાથી જનતામાં આક્રોશ

અમદાવાદઃ ભાજપના નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલ પર મોટો હુમલો કરાયો છે, તેઓ કૃષ્ણનગરમાં આવેલી શિવાજી ચોકી પાસે ગયા હતા, ટીપી સ્કીમના અમલ માટે તેઓ લોકોને સમજાવવા પહોંચ્યાં હતા, અહીં અનેક લોકોના ઘરો કપાતમાં જતા હોવાથી તેઓ આક્રોશમાં હતા. લોકોએ તેમની કારને ઘેરી લીધી હતી અને બહાર કાઢીને તેમને ઢોર માર માર્યો હતો, તેઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિતના ભાજપના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને 
આ ઘટના બાદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે હાલમાં તો આ હુમલા બાદ અહીં સ્થિતી તંગ બની છે, આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તે નક્કિ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch