Wed,19 February 2025,8:34 pm
Print
header

રૂ.5 લાખની લાંચ માંગી અને રૂ.50 હજાર પડાવ્યાં, ACB એ નારોલ પોલીસ સ્ટેશનના કર્મચારી સહિત બે લોકોને સકંજામાં લીધા

અમદાવાદઃ લાંચિયા બાબુઓ સામે ગુજરાત એસીબીનું અભિયાન આગળ વધી રહ્યું છે, હવે એસીબીએ બે લોકો સામે કાર્યવાહી કરી છે. બીપીન પોલીસવાળા, કર્ણાવતી પોલીસ ચોકી, નારોલ પોલીસ સ્ટેશન, અમદાવાદ અને બાલકુષ્ણ મોહનભાઇ શર્મા, પ્રજાજન રહેવાસી- એ/501, સાર્ય રેસીડેન્સી, નારોલ સામે સકંજો કસ્યો છે, શૌર્ય રેસીડેન્સી એપાર્ટમેન્ટ પાસે 50 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી.

ફરીયાદીને ત્રણ ઇગ્લીસ દારૂની બોટલો સાથે નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડવામાં આવેલો અને ફરીયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખલઇ જવામાં આવેલો, પોલીસકર્મીએ આરોપી વિરૂધ્ધમાં ઇગ્લીસ દારૂનો કેસ નહીં કરવા તથા ફરીયાદીનુ બર્કમેન સ્કૂટર કબ્જે નહી કરવા 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી પાસે આટલી મોટી રકમ ન હતી. જેથી અંતે 70 હજાર રૂપિયામાં બધુ નક્કિ કર્યું હતુ.

20 હજાર રૂપિયાની લાંચ પહેલા જ લેવાઇ ગઇ હતી અને બાદમાં 50 હજાર રૂપિયા માટે ઉઘરાણી થતી હતી. જેમાં આ રૂપિયા ખાનગી વ્યક્તિ બાલકૃષ્ણ શર્માને આપવા દબાણ થઇ રહ્યું હતુ, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં લાંચ લેતા શર્મા ઝડપાઇ ગયો છે.

ટ્રેપિંગ અધિકારી: ડી.એન.પટેલ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટેશન.

સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch