અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પ્રચાર દરમિયાન લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જમાલપુર વોર્ડના AIMIM ઉમેદવાર અબ્દુલ અહદે એક જાહેર સભામાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા લવ જેહાદના નામે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર મારવામાં આવ્યો છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અબ્દુલ અહદે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો અમે ચૂંટણીમાં સફળ થઈશું, તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આવા તત્વોને રોકીશું અને તેમને પાઠ ભણાવીશું.
AIMIMના આ નિવેદન સામે બજરંગ દળના નેતા જ્વલિત મહેતાએ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી. તેમણે અબ્દુલ અહદના આંકડાઓને પડકારતા ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, તમારા આંકડા ખોટા છે, અમે 4 નહીં પણ 400ને માર્યા છે અને તેમને નાગીન ડાન્સ'પણ કરાવ્યો છે. જો કોઈ પણ મુસ્લિમ યુવક હિન્દુ બહેન-દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે, તો તેની હાલત આવી જ કરવામાં આવશે. AIMIMના નેતાઓ જો પોતાના સમાજના છોકરાઓની ચિંતા કરતા હોય, તો તેમને હિન્દુ દીકરીઓથી દૂર રહેવાની સલાહ આપે.
સ્થાનિક સ્વરાજ્યની કે વિધાનસભાની ચૂંટણીઓ વખતે અવારનવાર આવા સંવેદનશીલ મુદ્દાઓ ઉછળતા હોય છે. જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારના નિવેદનોથી મતોનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે. એક તરફ AIMIM લઘુમતી મતોને એકત્રિત કરવા સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહી છે, તો બીજી તરફ બજરંગ દળ હિન્દુત્વના મુદ્દે રક્ષણની વાત કરી રહ્યું છે.
બન્ને પક્ષોના ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે શહેરમાં શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને જાહેરમાં માર મારવાની વાત સ્વીકારનારા નેતાઓ સામે આગામી સમયમાં કાયદાકીય ગાળિયો કસાય છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26