Tue,08 October 2024,8:44 am
Print
header

ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી

(ફાઇલ ફોટો)

અમદાવાદઃ જાણે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું છે, વિદેશમાંથી અહીં કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનું આવી રહ્યું છે, આ વખતે શૌચાલયમાંથી 750 ગ્રામ સોનું કે જેની અંદાજે કિંમત 56 લાખ રૂપિયા જેટલી થાય છે, તે ઝડપાયું છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક સફાઇકર્મી જ્યારે કામ કરતો હતો ત્યારે શૌચાલયમાં ડસ્ટબિનમાંથી તેને આ સોનું મળી આવ્યું હતુ.
બાદમાં તેને એજન્સીને આ વાતની જાણ કરી હતી. તેમને આ પેકેટ ખોલ્યું તો તેમાંથી સોનું મળી આવ્યું હતુ.

દિનેશ ગરવા નામના આ સફાઇકર્મીએ પોતાની ઇમાનદારી દેખાડીને તેને સોનું કસ્ટમ વિભાગને સોંપી દીધું છે. હાલમાં આ કેસની તપાસ કરાઇ રહી છે કે આ સોનું અહીં કોને મુક્યું હતુ, વિદેશથી આવતી ફ્લાઇટમાં સ્મગલરો સોનું લાવે છે અને આવી રીતે અન્ય જગ્યાએ મુકી દે છે,ઘણા કિસ્સાઓમાં એરપોર્ટના સ્ટાફની સંડોવણી પણ ભૂતકાળમાં બહાર આવી હતી. જો કે આ વખતે સ્ટાફે ઇમાનદારી દેખાડીને સોનું એજન્સીન સોંપી દીધું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch