Fri,17 April 2026,9:14 pm
Print
header

GST ચોરી કરનારા ગરબા આયોજકો પર દરોડા, આદિત્ય ગઢવી અને જીગરદાન સહિતના ગરબાના સ્થળો પર દરોડા

  • Published By Mahesh patel
  • 2025-09-30 20:40:52
  • /

રંગ મોરલો, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી પર GST ના દરોડા 

કાર પાર્કિંગ, પાણી અને ખાણીપીણીમાં આયોજકો ચલાવી રહ્યાં છે લૂંટ

અધિકારીઓની અનેક ટીમો દ્વારા થઇ રહી છે દરોડાની કામગીરી 

આયોજકો રાજકીય વગ ધરાવતા હોવાથી થોડી કાર્યવાહી કરીને છોડી દેવાય તેવી પણ શક્યતા 

અમદાવાદઃ જીએસટી ચોકી કરીને કરોડો રૂપિયા બનાવનારા ગરબાના આયોજકો સામે સકંજો કસાયો છે, આજે આદિત્યદાન ગઢવી અને જીગરદાન ગઢવી જ્યાં શો કરી રહ્યાં છે તે સ્થળો પર જીએસટી વિભાગે સપાટો બોલાવી દીધો છે.

આ ઉપરાંત જીએસટીના અધિકારીઓ અન્ય કેટલાક ગરબા આયોજકોને ત્યાં પણ પહોંચ્યાં છે અને તેમના હિસાબોની તપાસ થઇ રહી છે. ટિકિટના ઉંચા ભાવો અને અહીં વેંચાતી અન્ય વસ્તુઓમાં ઉંચા ભાવ લેવામાં આવી રહ્યાં છે, જેને લઇને જીએસટીના અધિકારીઓએ આ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ અને સુરતમાં દરોડાની કાર્યવાહી થઇ રહી છે 

કરચોરીનો મોટો આંકડો આવી શકે છે સામે 

નોંધનિય છે કે આવા તો શહેરમાં અન્ય પણ ગરબાના આયોજકો છે કે જેઓ જીએસટી ચોરી કરે છે તેમને ત્યાં પણ મોટી કાર્યવાહી જરૂરી છે, જેમાં નવરાત્રી પછી પણ જીએસટી વિભાગ આવા આયોજકોને નોટિસ ફટકારી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch