અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે. કોલેજ પાસેથી એક લાશ મળી છે. કોલેજના પાછળના ભાગે આવેલા એક ગેરેજ પાસે પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી અંદાજે 40 વર્ષીય એક પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો અને એફએસએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતદેહ જે રીતે કોહવાયેલી હાલતમાં હતો, મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
સરખેજ પોલીસના જણાવ્યાં અનુસાર, જે લક્ઝરી કારમાંથી લાશ મળી છે તે કાર છેલ્લા છ મહિનાથી ગેરેજની સામે બંધ હાલતમાં પડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાડી ગેરેજ માલિકની છે. જો કે, મૃતક વ્યક્તિ કારનો માલિક હોય તેવું જણાતું નથી, પરંતુ કોઈ અજાણ્યો શખ્સ હોવાનું મનાય છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મોત કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશ કારમાં છુપાવી દીધી છે, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં સરખેજ પોલીસ આ અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55