અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાંથી અમેરિકન નાગરિકોને છેતરતું એક હાઈટેક નકલી કૉલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું હતું. નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ નજીક આવેલા સાહિત્ય આર્કેડમાં દરોડો પાડીને પોલીસે મુખ્ય સૂત્રધાર જીગ્નેશ ઝાલાહર સહિત 2 મહિલાઓ અને 5 પુરુષો મળી કુલ 7 લોકોની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસે અમેરિકાના નાગરિકોની અંગત માહિતી (લીડ ડેટા) ઉપલબ્ધ હતી, જેના આધારે તેઓ લોન સેટલમેન્ટ માટે ઈ- મેઈલ મોકલતા હતા.કૉલ સેન્ટરના કર્મચારીઓ જાણીતી બેંકોના વકીલ હોવાનું કહી અમેરિકનોનો વિશ્વાસ કેળવતા અને લોન ક્લિયર કરી આપવાના નામે તેમની પાસેથી ડોલર પડાવતા હતા.
છેતરપિંડીથી મેળવેલા નાણાં ડિજિટલ વોલેટ અને બિટકોઈન મારફતે મેળવવામાં આવતા હતા અને બાદમાં આંગડિયા પેઢી દ્વારા તે રકમ રોકડમાં ફેરવી લેવાતી હતી. આ બોગસ કૉલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ અમેરિકનો સાથે રૂ.38 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ઘટના સ્થળેથી 7 લેપટોપ, 8 મોબાઈલ, રાઉટર અને કમ્પ્યુટર સહિત રૂ. 2.60 લાખથી વધુનો સામાન જપ્ત કર્યો હતો. નરોડા પોલીસે ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44