અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. 10 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં, મૃતક સગીરાએ નદીમાં ઝંપલાવતા પહેલા એક ભાવુક વીડિયો બનાવ્યો હતો.વીડિયો અને પિતાની ફરિયાદને આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે સગીરાના પતિ ફરદીન શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર, નારોલમાં રહેતી સગીરાને આણંદના ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારની સંમતિથી આશરે 6 મહિના અગાઉ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ સગીરા પતિ સાથે આણંદ રહેતી હતી, પરંતુ થોડા સમયમાં જ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો.
ગત 3 ઓગસ્ટે પતિ ફરદીને સગીરાને ઘરમાંથી કાઢી મૂકતાં તે પિતાના ઘરે નારોલ આવી ગઈ હતી. ગત 10 ઓગસ્ટે સગીરા પોતાના લગ્નનો આલ્બમ જોઈને રડી રહી હતી અને પતિને ફોન કરીને તેને સાથે રાખવા વિનંતી કરી હતી. પરંતુ પતિએ સાથે રાખવાની ચોખ્ખી ના પાડી દેતાં સગીરા ભારે હતાશામાં સરકી પડી હતી.
સગીરા ગભરામણ થાય છે, બહાર જઈને આવું કહીને સવારે 11 વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી. સાબરમતી રિવરફ્રન્ટ પહોંચીને તેણે એક વીડિયો બનાવ્યો હતો અને પોતાની બહેનને મોકલ્યો હતો. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, "મેં આપની મરજી સે મર રહી હું અમ્મી...મુજે મેરી અમ્મી, ભાઈઓ ઓર ફૂફાને બહુત અચ્છા રખા, મેરી હર ખુશી પૂરી કી...પર ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. મેં અબ ઉસકે બિના નહીં રહ સકતી. મેંને ઉસસે બહુત માફી માંગી, પર ઉસકો એક પલ મેરે પર દયા નહીં આઈ... તુ મેરી રૂહ કો તો માર હી ચુકા હૈ, ઓર આજે મેં અપને શરીર કો ભી માર રહી હું.
વીડિયો મોકલ્યા બાદ સગીરાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બપોરે આશરે 3 વાગ્યે સાબરમતી નદીમાંથી એક લાશ તરતી મળી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢતાં તે સગીરાનો જ હોવાનું ખુલ્યું હતું.
પોલીસે પોસ્ટેમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો છે. સગીરાના અંતિમ વીડિયો અને પિતાની રજૂઆતોના આધારે પોલીસે ફરદીન સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07