Thu,25 April 2024,6:09 am
Print
header

અમદાવાદ: રૂપિયા 25 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ

નશાનો કોરાબાર, ગુજરાતમાં ડ્રગ્સનો ફેલાવો વધી રહ્યો છે 

અમદાવાદઃ શહેરમાં ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા છે. એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી અંદાજે 25 લાખ રુપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે. ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે.

ક્રાઈમ બ્રાંચને ડ્રગ્સ લઈને બસમાં આવી રહેલા બે આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. ડ્રગ્સ પેડલરોએ મોડસ ઓપરેન્ડી બદલી છે હેરફેરની રીત હવે બદલાઈને ખાનગી વાહનના બદલે સરકારી ટ્રાન્સપોર્ટ બસનો ઉપયોગ કરાય છે. બંનેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી તે અંગે તપાસ ચાલુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવીને ક્યાં સપ્લાય કરતા હતા તેના દરેક પાસા પર પૂછપરછ કરાઇ રહી છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડ્રગ્સ ઝડપાયાનો સિલસિલો યથાવત છે. મુંદ્રા પોર્ટ પર ગત મહિને અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાંથી 21 હજાર કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવતું 3 હજાર કિલો હેરોઈન ડ્રગ્સ ડીઆરઆઈએ ઝડપ્યું હતું. ત્યારબાદ સર્વપ્રથમ ચેન્નઈથી આશી ટ્રેડીંગ કંપનીના માલિક આયાતકાર દંપતી એમ.સુધાકરન અને દુર્ગા વૈશાલી, ત્યારબાદ કેસના મુખ્ય આરોપી માનવામાં આવી રહેલા રાજકુમાર પી.ની ધરપકડ કરીને ભૂજ કોર્ટમાં ડીઆરઆઈએ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch