Tue,17 June 2025,10:15 am
Print
header

અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, જાણો- રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ - Gujarat Post

  • Published By
  • 2025-06-02 13:01:26
  • /
  • ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3961 પર પહોંચ્યો
  • કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 330ને પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. કોવિડ 19 ડેશ બોર્ડ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં નવા 18 કેસનો ઉમેરો થયો છે. માહિતી અનુસાર 3 વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું છે.  શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી, ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે.

ગુજરાતના 338 એક્ટિવ કેસમાંથી 160થી વધુ કેસ માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 46 વર્ષીય મહિલાનું પણ મૃત્યુ થયું છે.

અમદાવાદમાં મે મહિનામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મે મહિનામાં જ અમદાવાદમાંથી કોરોનાના 230 કેસ સામે આવ્યાં હતા. જેમાંથી 56 દર્દીઓ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી, અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આજે વધુ 2 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ ગઈ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch