Tue,17 June 2025,10:29 am
Print
header

અમદાવાદ બની શકે છે કોરોનાનું એપી સેન્ટર, આજે નોંધાયા આટલા કેસ- Gujarat Pos

  • Published By
  • 2025-06-04 20:01:52
  • /

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધી રહ્યા છે કેસ

એક અઠવાડિયામાં જ શહેરમાં ત્રણ ગણા કેસ વધ્યાં

લોકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવે છે 

અમદાવાદઃ શહેર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. શહેરમાં 4 જૂને કોરોનાના 71 કેસ નોંધાયા હતા અને એક સંક્રમિતનું મોત થયું હતું. જ્યારે 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયા બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ, અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થયો હતો અને ત્રણેય મૃતક મહિલા છે.  

અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. એક અઠવાડિયા પહેલા શહેરમાં માત્ર 76 દર્દીઓને કોરોના થયો હતો, જ્યારે અત્યારે તેમાં ત્રણ ગણો વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 241ને પાર થઈ છે. તેમાંથી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેટ છે.

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ફાઈનલ રમાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા. આઈપીએલ ખતમ થયા બાદ શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી શકે છે. આ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો અને તે પછી જ કોરોનાનો કહેર સામે આવ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch