Thu,25 April 2024,5:47 am
Print
header

અમદાવાદ - બોટાદ બ્રોડગેજ ટ્રેન શરૂ, રૂ. 350 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ કરાશે- Gujarat post

વડાપ્રધાન મોદીએ રૂપિયા 16,000 કરોડના રેલવેના વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્રેનની સફર કરી

અમદાવાદઃ પીએમ મોદીએ વડોદરાથી રેલવેના 16,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. જેમાં અમદાવાદ-બોટાદ ટ્રેનની પણ શરૂઆત કરાઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-બોટાદ ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે આ ટ્રેન ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જંક્શન સુધી દોડશે,  ટ્રેનનું ગેજ રૂપાંતરનું કામ ચાલી રહ્યું હતુ જેથી પાંચ વર્ષથી આ ટ્રેન બંધ હતી., મીટર ગેજમાંથી આ ટ્રેનના રુટને બ્રોડગેજમાં રુપાંતર કર્યાં બાદ આ રુટ શરૂ થયો છે.

નરેન્દ્ર મોદીની લીલીઝંડી બાદ અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઈન શરૂ થઈ ગઇ છે. કાલુપુરથી ઉપડેલી અમદાવાદ બોટાદ ટ્રેનમાં પૂર્વમંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સફર કરી હતી.

આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે. બોટાદથી અમદાવાદ વચ્ચે ધોળકા, અરણેજ વગેરે સ્ટેશનોના સ્ટોપેજથી લોકોને ફાયદો થશે. ગાંધીગ્રામ સ્ટેશનથી ઉપડતી ટ્રેન વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ, ગાંગડ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળીલા રોડ, અને સારંગપુર થઇ બોટાદ પહોંચશે.

બીજી તરફ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની 350 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરાશે. ટૂંક સમયમાં જ આ ઐતિહાસિક રેલ્વે સ્ટેશનમાં નવું કામ શરૂ કરાશે. જે માટે મોટું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch