Wed,10 August 2022,7:36 am
Print
header

Big News: લઠ્ઠાકાંડમાં અનેકનાં મોત બાદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ SPની બદલી કરી નાખવામાં આવી- Gujarat Post

6 પોલીસકર્મી સસ્પેન્ડ, 2 એસપીની બદલી કરાઇ 

અમદાવાદઃ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 57 પર પહોંચ્યો છે, 97 લોકો સારવાર હેઠળ છે. આ દરમિયાન મોટા સમાચાર આવ્યાં છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિ જેમના માથે છે તેવા પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી છે. બોટાદ એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરી નાખવામાં આવી છે. કુલ 8 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાઇ છે.

ગૃહવિભાગની મોટી કાર્યવાહી 

- બોટાદ એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરન્દ્ર યાદવની બદલી

- 2 પીએસઆઇ સહિત 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ 

- બોટાદ ડીવાયએસપી એસ. કે. ત્રિવેદીને કરાયા સસ્પેન્ડ

- બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરાયા

- રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને કરાયા સસ્પેન્ડ

- ધંધુકાના PI કે.પી.જાડેજા સસ્પેન્ડ 

- અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલ સસ્પેન્ડ 

પોલીસકર્મી સુરેશ ચૌધરી સસ્પેન્ડ 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch