Sat,13 June 2026,2:24 pm
Print
header

Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ

  • Published By Mahesh patel
  • 2026-05-18 20:15:59
  • /

Gluta Grow અને Crakcers Coconut Flavour લખેલા પેકેટોમાં હતું ડ્રગ્સ

9.30 કિલો ડ્રગ્સ ઝડપાયું, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 50 કરોડ રૂપિયા જેટલી થાય છે

એકની ધરપકડ કરીને એજન્સીઓએ શરૂ કરી તપાસ

અમદાવાદઃ ફરી એક વખત કરોડો રૂપિયાનું હેરોઇન ઝડપાયું છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ જથ્થો ઝડપાયો છે, જે હેરોઇનની કિંમત 50 કરોડ રૂપિયા જેટલી થાય છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આ કાર્યવાહી કરી છે. મલેશિયાથી આવેલા કેરિયર પાસેથી આ હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે, X Ray સ્કેનિંગ બાદ હેરોઇન જપ્ત કરાયું છે.

કુઆલાલમ્પુરથી એર એશિયાની ફ્લાઇટ AK91 માં એક મુસાફર આવ્યો હતો અને તે આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં એજન્સીએ તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch