ક્લાસ-1 અધિકારી અને નિવૃત ડીને ગેંગ બનાવીને લીધી 15 લાખ રૂપિયાની લાંચ
અમદાવાદઃ ગુજરાતમાં જાણે કેટલાક અધિકારીઓને કોઇનો ડર જ નથી. માત્ર લાંચ લેવા જ તેઓ ટેબલ પર બેઠા હોય તેવું લાગી રહ્યું છે, હવે એસીબીએ 30 લાખ રૂપિયાની લાંચ માંગનારા અધિકારીને સબક શિખવી દીધો છે. દીનેશ પરમાર, અધિક સચિવ (તપાસ), વર્ગ-1
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ અને ગીરીશ જેઠાલાલ પરમાર (પ્રજાજન) નિવૃત્ત ડીન, સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા, અમદાવાદને લાંચ કેસમાં ઝડપી લીધા છે.
બનાવનુ સ્થળ: આરોપી ગીરીશ પરમારનું ઘર, બ.નં.8 ,અર્હમ સોસાયટી, શાહીબાગ, અમદાવાદ
ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ નિભાવતા હતા.દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરીયાદ થઇ હતી.જેથી આરોગ્ય કમિશનર દ્વારા ફરીયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકુફી પર ઉતારી દેવાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બંન્ને ડોકટરો સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અધીકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024 માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025 માં જમા કરાવેલ હતો.
આ કેસમાં ગીરીશ પરમારે ફરીયાદીનો સંપર્ક કરીને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર વિરુધ્ધ કાર્યવાહી ન કરવા અને અધિક સચિવ સાથે બેઠક કરાવવા બોલાવ્યાં હતા, જ્યાં 30 લાખ રૂપિયાની માંગણી કરાઇ હતી, જેમાં 15 લાખ રૂપિયા પહેલા અને 15 લાખ રૂપિયા પછી આપવાની વાત થઇ હતી, જેમાં 15 લાખ રૂપિયાની લાંચ લેતા આરોપીઓ ઝડપાઇ ગયા છે.
ટ્રેપીંગ ઓફીસરઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ 3 ( ઇન્ટે.),અમદાવાદ.
મદદમાં: શ્રીમતી એ.કે.ચૌહાણ
પો.ઇન્સ.,એ.સી.બી, ફિલ્ડ-1
સુપરવિઝન ઓફીસરઃ એ.વી.પટેલ,મદદનીશ નિયામક,
એ.સી.બી. ફિલ્ડ 3 ( ઇન્ટે.)
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post | 2025-04-26 11:42:59
રેંટિયોનાં 90 વર્ષ- એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ | 2025-04-25 18:43:16
સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ જુગારધામ, 11 લોકોની ધરપકડ | 2025-04-25 07:22:23
મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ, દેવ દેસાઇ, સેહર હાશ્મીએ શરૂ કરી બાઇક રેલી, દેશના અનેક શહેરોમાંથી પસાર થશે યાત્રા | 2025-04-21 17:01:03