Sat,20 April 2024,1:42 pm
Print
header

લોકોને લૂંટતી ઢબુડી ગેંગ પકડાઈ, જાણો LCB એ કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન

અમદાવાદ:  ગાંધીનગરની આસપાસમાં લૂંટના ગુનાને અંજામ આપતી “ઢબુડી ગેંગ” (Dhabudi Ganng) ના મુખ્ય સુત્રધારને અમદાવાદ ગ્રામ્ય એલસીબી (Ahmedabad Rural LCB)એ ઝડપી પાડ્યો છે. તેની સાથે 3,89,000 રોકડા (Cash) તથા સોનાની ચેઈન (Gold Chain)  રુ. 1,36,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગના મુખ્ય સુત્રધાર અજયસિંહ ચાવડા (Ajaysingh Chavda) મુળ બિલોદરાનો છે પરંતુ તે પાનસર ખાતે રહેતો હતો, તેની સામે કલોલ, માણસા, પેથાપુર, અડાલજ  પોલીસ સ્ટેશનમાં લૂંટ તેમજ દારુની હેરાફેરીના કેસો નોંધાયેલા છે. આ રીઢા ગુનેગાર અજયે પોતાની ગેંગ (Gang) બનાવવીને લોકોને લૂંટતો હતો.

ધોળકા-સીમેજ ખાતે શક્તિ-2 નામની કંપનીના લેબર સપ્લાયર રામવૃક્ષ ઉર્ફે રામઅવતાર કુશ્વાહ પોતાના મજુરોને પગાર કરવા માટે તા. 10-9-20 ના રોજ કલીકુડ પોતાની બેન્કમાંથી રુ. 8,25,000 લઈ પોતાની બાઈક લઈ ધોળકા ખાતે પોતાની કંપનીમાં પગાર ચૂકવવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન ધોળકા જીઆઈડીસી (Dholka GIDC) પાસે વિમલાચલ કંપનીના પાછળના ભાગમાં સફેદ ઈક્કોમાં આવેલા બુકાનીધારી શખ્સો દ્વારા તેમને ધોકા મારી રુ. 8,25,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતની જાણ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ અમદાવાદ રુરલ એલસીબી કરી રહી હતી. અને ગણતરીના દિવસોમાં જ આ ઢબુડી ગેંગના મુખ્ય સુત્રધાર સાથે 4 સાગરીતોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

લૂંટ કર્યા બાદ આ ગેંગના ઈસમો નાસતા ફરતા હતા તેથી અમદાવાદ રુરલ એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ ગેંગને પકડી પાડવા ઈસમોના મોબાઈલ ફોન લોકેશનના (Mobile Phole Location) આધારે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.  પરંતુ આ રીઢા ગુનેગારો પોતાનો ફોન બંધ કરીને બેઠા હતા.  અને જ્યારે ફોન ચાલુ કરી ત્યારે લોકેશન બદલતા રહેતા હતા. આમ  મોબાઈલ ટ્રેસીંગ (Mobile Tracing)માં પોલીસ (Police)ને ચમકો આપી રહ્યા હતા.

તેથી પોલીસે પોતાની જૂની અને જાણીતી ટ્રીક અપનાવી પોતાના ખબરી નેટવર્કને એક્ટિવ કર્યું. તેમણે પોતાના બાતમીદારોને આ ઈસમો વિશે માહિતી એકઠી કરવા જણાવ્યું.  એલસીબી પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસપી રીંગ રોડ, સીલજ સર્કલ પાસે વોચ ગોઠવી મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.  જેમાં અજયસિંહ ચાવડા (મુખ્ય સુત્રધાર),  લાલો ઉર્ફે હિતેન્દ્રસિંહ ચાવડા, સંજયસિંહ,  પાર્થ સાહિત અશોક તપોધનની ધરપકડ કરી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch