Wed,15 July 2026,1:12 am
Print
header

કૃષ્ણનગરમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો, છારા ગેંગના મુખ્ય સૂત્રધારની પત્ની ઝડપાઈ

  • Published By
  • 2026-06-30 18:09:35
  • /
  • મહિલા પાસેથી 25 લાખ રૂપિયા રોકડા મળ્યાં
  • ગેંગની ડોન બનીને ઓપરેટ કરતી હતી મહિલા
  • બાકીના 25 લાખ રૂપિયા અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝા પાસે બે દિવસ પહેલા કારનો કાચ તોડીને રૂપિયા 50 લાખની લૂંટ કરાઇ હતી. પોલીસને ગણતરીના દિવસોમાં જ આ કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે છારા ગેંગના મુખ્ય સૂત્રધારની પત્નીને રૂપિયા 25 લાખ સાથે ઝડપી પાડી છે.

આ ઘટના ગત 27મી જૂનના રોજ સવારે બની હતી. વેપારી કેતનકુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી રૂ. 50 લાખની રોકડ લઈને નીકળ્યાં હતા. આ દરમિયાન મારુતિ પ્લાઝા નજીક બાઈક સવાર શખસોએ વેપારીની કારને ટક્કર મારી હતી અને જાણીજોઈને ઝઘડો શરૂ કર્યો હતો. અકસ્માતનું નાટક રચી વેપારીનું ધ્યાન ભટકાવીને, આ શખ્સો કારનો કાચ તોડી રૂપિયા 50 લાખ ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યાં અનુસાર, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ આપેલા વર્ણન અને પોલીસ રેકોર્ડના આધારે મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાંગડેકરની ઓળખ થઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે લૂંટનો મુદ્દામાલ અજુબાની પત્ની દિવ્યા અજુબા ગાંગળેકર પાસે છુપાવવામાં આવ્યો છે. પોલીસે દિવ્યાની ધરપકડ કરી તેની પાસેથી રૂ25 લાખ રોકડા જપ્ત કર્યા છે.

પોલીસ પૂછપરછમાં દિવ્યાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા હતા. છારા ગેંગ જ્યારે પણ લૂંટ, ચોરી કે સ્નેચિંગ આચરે, ત્યારે તમામ મુદ્દામાલ દિવ્યાને જ સોંપવામાં આવતો હતો અને તે જ આ પૈસાનું હેન્ડલિંગ કરતી હતી. ગેંગનો કોઈ સભ્ય પોલીસના હાથે પકડાય ત્યારે કોર્ટની કામગીરી અને જામીન કરાવવાની તમામ જવાબદારી પણ દિવ્યા જ સંભાળતી હતી.

પોલીસે આરોપી મહિલાએ બાકીની રૂ. 25 લાખ ક્યાં નાખ્યા તેમજ કોણે આ લૂંટને અજામ આપ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન બીજા અનેક રહસ્યો સામે આવી શકે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch