Sun,08 September 2024,11:19 am
Print
header

Ahmedabad Rain: અમદાવાદમાં સવારથી જ ઝરમર વરસાદ, આજે આ જિલ્લામાં છે આગાહી- Gujarat Post

Latest Ahmedabad News: ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં મેઘરાજાએ અમદાવાદમાં ધબધબાટી બોલાવી હતી. જે બાદ આજ સવારથી અમદાવાદમાં ઝરમર વરસાદ ફરીથી ચાલુ છે. શહેરના ગોતા, નારણપુુરા, ઘાટલોડિયા, બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, હીરવાડી, મણિનગર, ઈસનપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch