Tue,29 April 2025,1:33 am
Print
header

કોંગ્રેસ જાતિ આધારિત જનગણનાની માંગ ઉગ્ર બનાવશે. અધિવેશનમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઇ રહી છે

સેનામાં અગ્નિવીરોને પેન્શન અને શહીદનો દરજ્જો મળવો જોઇએ

અમે 50 ટકા અનામતની દિવાલ તોડીશુંઃ રાહુલ ગાંધી 

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના અનેક ઉચ્ચ નેતાઓએ ભાષણો આપ્યાં હતા, જેમાં રાહુલ ગાંધીએ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપ્યાં છે, સાથે જ તેમને દેશમાં જાતિ આધારિત જનગણનાનો મુદ્દો ઉપાડ્યો હતો. રાહુલે વક્ફ બિલને લઇને પણ મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. તેમને કહ્યું કે અમારી કોંગ્રેસ સંઘ અને ભાજપને હરાવવા તૈયાર છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મે સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિતો છે, કેટલા પછાત લોકો છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.

રાહુલ ગાંધીએ બંધાણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યાં હતા. તેમને મહાત્મા ગાંધીને યાદ કરીને કહ્યું કે ગાંધીજીની અને સંઘની વિચારસણીમાં મોટો ફરક છે. રાહુલ અગ્નિવીરો મામલે પણ મોદી સરકારની નીતિ ખોટી હોવાનું કહીને સરકાર સામે લડવાના સંકેત આપ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યાં હતા. 150 વર્ષ પહેલા સરદાર પટેલ આ ધરતી પર પેદા થયા હતા. ગાંધીજી, સરદાર પટેલ અમારી કોંગ્રેસ પાર્ટીના ફાઉન્ડર છે. રાહુલે સરદાર અને ગાંધીને યાદ કરીને ભાજપ પર પ્રહાર કર્યાં હતા અને ભાજપની વિચારસણી હિંસક હોવાની વાત કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch