Sun,08 September 2024,1:07 pm
Print
header

Ahmedabad: ઋષિ ભારતી બાપુના સમર્થનમાં અમદાવાદમાં આજે યોજાશે બેઠક- Gujarat Post

(Photo Courtesy: Facebook)

Rishi Bharti Bapu News: અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના વહીવટને લઇને વિવાદ ઉભો થયો છે. મહામંડલેશ્વર હરિહરાનંદજીએ આશ્રમનો કબ્જો લઇ શિષ્ય ઋષિ ભારતી બાપુ સામે વહીવટમાં ગોટાળાના આક્ષેપો લગાવ્યા છે. ત્યારે હવે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે.દરમિયાન આજે ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાશે. લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોની બેઠક મળશે. તેમાં ઋષિ ભારતીબાપુને અપમાનિત કરવા મુદ્દે ચર્ચા થશે. જોકે આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે તે મહત્વનું છે.

હરિહરાનંદ બાપુએ ઋષિભારતીએ ગેરવહીવટ કર્યાનો મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રસ્ટની સંપત્તિનો કોઈ વિવાદ નથી, વહીવટનો વિવાદ છે. ઋષિભારતી બાપુએ જાતિ અંગે કરેલા આક્ષેપને હરિહરાનંદ બાપુએ ફગાવ્યાં છે. ત્યારે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે. ઋષિ ભારતીએ જણાવ્યું કે મારે સંપત્તિ બાબતનો કોઇ ઝઘડો નથી. હું સંપત્તિ માટે સાધુ નથી બન્યો,પરંતુ ઉત્તરાધિકારીનો વિવાદ હવે જ્ઞાતિ આધારિત બની ગયો છે. મારી સાથે જ્ઞાતિ-જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે.

બે દિવસ પહેલા સરખેજ આશ્રમના મેનેજર રામભાઇ ગઢવીએ આરોપ લગાવ્યાં હતા કે, ઋષિ ભારતી બાપુ મર્યાદામાં ન હતા, તેમજ તેમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, સાધુ-સંતો સંત વેશમાં જ હોવા જોઈએ, બંને લોકો અલગ વેશમાં હતા. વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે, પરંતુ એમને એક દીકરી પણ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch