(યુવકની તસવીર)
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે જાહેરમાં રોડ પર ભારે હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ યુવક પર એક યુવતીની છેડતી કરવાનો આક્ષેપ થયો હતો, જેને પગલે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા.
મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીકથી એક યુવતી અને અન્ય કેટલાક લોકો બાઈક પર પસાર થઈ રહ્યાં હતા. તે સમયે દારૂના નશામાં ધૂત યુવક ત્યાંથી ચાલતો જઈ રહ્યો હતો અને તે આ બાઈક સાથે અથડાયો હતો. આ અકસ્માત બાદ યુવકે યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.
ઉશ્કેરાયેલા સ્થાનિકોએ આ યુવકને ઘટના સ્થળે જ પકડી પાડ્યો હતો અને જાહેરમાં તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ લોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં પણ લોકો આ યુવકને પકડીને પાઠ ભણાવતા દ્રશ્યમાન થાય છે.
આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે જણાવ્યું કે, વાયરલ વીડિયોને આધારે પોલીસે યુવક સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં છેડતીનો કોઈ બનાવ બન્યો નથી. યુવતી અને અન્ય લોકો બાઈક પર જતા હતા ત્યારે પીધેલી હાલતમાં ચાલતા જતા આ સ્થાનિક યુવકનો માત્ર ધક્કો વાગ્યો હતો. સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈને યુવકને જે માર માર્યો છે, તે બાબતે પણ પોલીસે અરજી લીધી છે અને કાયદેસરના જરૂરી અટકાયતી પગલાં ભર્યા છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ? | 2026-07-13 09:22:30
દુબઈથી ચાલતું રૂ. 250 કરોડનું સાયબર છેતરપિંડીનું રેકેટ ઝડપાયું, MBA ના વિદ્યાર્થી સહિત 19 આરોપીઓની ધરપકડ | 2026-07-12 09:35:04
SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ | 2026-07-11 08:55:41
સેક્સપાવર વધારવાની દવા ખરીદ્યા પછી શરૂ થતો હતો બ્લેકમેઈલનો ખેલ, યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ | 2026-07-10 17:25:44