Mon,09 December 2024,12:56 pm
Print
header

નકલીથી સાવધાન...IPS અધિકારી હસમુખ પટેલનું બીજી વખત બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ- Gujarat Post

પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું નકલી ફેસબુક એકાઉન્ટ

ગાંધીનગરઃ 1993 બેચના સિનિયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલનું ત્રણ મહિનામાં બીજી વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. એક સિનિયર પત્રકારને હસમુખ પટેલના ફોટાવાળી ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. જે બાદ તેમણે આ અંગે હસમુખ પટેલનું ધ્યાન દોર્યું હતું.તેમના નામનું આ ફેસબુક એકાઉન્ટ ફેક હોવાનું જાણ્યા બાદ તેમને સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે.આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં. તેમના આ ટ્વિટને 25 હજારથી વધુ લોકો જોઈ ચુક્યાં છે.

અગાઉ સપ્ટેમ્બર, 2023માં પણ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે ફેક FB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch