Mon,13 April 2026,1:00 pm
Print
header

બહારનું ખીરું ખાતા પહેલા સો વાર વિચારજો: અમદાવાદના ચાંદખેડામાં એક જ પરિવારના બે બાળકીનાં મોતનો દાવો

  • Published By Panna Patel
  • 2026-04-06 17:44:08
  • /

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક અને રહસ્યમય ઘટના સામે આવી છે. બહારથી લાવેલા તૈયાર ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોની તબિયત લથડી હતી, જેમાં બે બાળકીઓનું મોત નીપજ્યું છે. આ મામલે પરિવારે ડેરીના ખીરાને લઇને ગંભીર આક્ષેપો કર્યા છે.

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યાં હતા.  વિમલભાઈએ સાંજે ખીરું લાવીને ઢોસા ખાધા હતા, જેના બીજા દિવસે તેમને ઉલટીઓ થવા લાગી હતી. તેમની પત્ની ભાવનાબેન અને બાળકીઓએ પણ આ ખીરું ખાધું હતું. પરિણામે તેમની પણ તબિયત બગડી હતી.

સારવાર દરમિયાન બંને બીળકીઓના નિધન થયા છે. હાલ વિમલભાઈ અને ભાવનાબેન કે.ડી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, હોસ્પિટલ લઈ ગયા છતાં ડોક્ટરો બાળકીઓને બચાવી શક્યા નથી. ઘટનાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

FSLની ટીમે ઘનશ્યામ ડેરી પર પહોંચીને ખીરાના સેમ્પલ મેળવ્યાં છે. AMC ફૂડ વિભાગના ફૂડ ઓફિસરે જણાવ્યું  કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થઇ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાં અનુસાર, પરિવારે 3 કિલો ખીરું ખરીદ્યું હતું. જો કે, નવાઈની વાત એ છે કે તેમાંથી 2700 ગ્રામ ખીરું બે દિવસ બાદ ડેરી માલિકને પરત કરવામાં આવ્યું હતું. 

હાલ સમગ્ર વિસ્તારમાં તૈયાર ખાદ્ય પદાર્થોના ઉપયોગને લઈને લોકોમાં ભારે ચર્ચા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ રિપોર્ટ અને FSL તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch