Tue,08 October 2024,7:38 am
Print
header

અમદાવાદની ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલક નરેશ પટેલે કરી આત્મહત્યા, 18 પાનાની સ્યૂસાઇડ નોટ મળી

Ahmedabad news: શહેરની જાણીતી ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે આત્મહત્યા કરી લીધી છે, નરેશ પટેલે સિંધુ ભવન રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ગળેફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી દીધી છે, તેમની પાસેથી 18 પાનાની સ્યૂસાઇટ નોટ પણ મળી આવી છે.

પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે. સ્યૂસાઇટ નોટમાં મોત માટે 4 શખ્સોને જવાબદાર ઠેરવ્યાં છે અને 5 કરોડ રૂપિયાની લેવડદેવડની વાત પણ છે.

નરેશ પટેલના તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. બોડકદેવ પોલીસે આ આ કેસની તપાસ શરૂ કરી છે, જો કે હજુ સુધી આ કેસમાં જે ચાર લોકોનાં નામો લખ્યાં છે, તે મામલે પોલીસે કોઇ માહિતી આપી નથી. નરેશ પટેલની આત્મહત્યાથી તેમના પત્ની અને પરિવારના અન્ય સભ્યો આઘાતમાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch