Sun,08 September 2024,1:14 pm
Print
header

Crime News: કાકા સસરાએ વિધવા પુત્રવધુને કહ્યું- મારી સાથે રહેવા આવી જા, તને સરકારી નોકરીનો લાભ અપાવીશ

Ahmedabad Crime News: અમદાવાદમાં મહિલાઓની સલામતી પર ફરી પ્રશ્નો ઉભા થયા છે. એક વિધવા મહિલાને તેના કાકા સસરાએ જાહેર રસ્તા પર રોકી અડપલાં કર્યા હતા. જેને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગમાં રહેતી મહિલાના પતિનું ચાર વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું, બાદમાં કાકા સસરા પીછો કરીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હેરાન કરતા હતા. મહિલા કામેથી ઘરે જતી હતી ત્યારે કાકા સસરાએ તેને રસ્તા પર રોકીને મારી સાથે રહીશ તો સરકારી લાભ અપાવીશ જેથી તને ફાયદો થશે તેમ કહીને ધમકી આપી હતી.  

શાહીબાગમાં રહેતી 34 વર્ષીય મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં વેજલપુરમાં રહેતા કાકા સસરા સામે ફરિયાદ નોંધાવી કે ચાર વર્ષ પહેલા મહિલાના પતિનું અકસ્માતમાં મોત થયું હોવાથી વિધવા તેના બાળકો સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી અને પિયરમાં રહીને છુટક મજુરી કામ કરતી હતી. દરમિયાન કાકા સસરા અવાર નવાર વિધવાને મળવા આવતા અને પતિની અવેજીમાં જે સરકારી લાભો તેમજ સરકારી નોકરી મળે તેમ હોવાથી હું તને લાભ  અપાવીશ તેમ કહેતા હતા.

ઉપરાંત તું મારી સાથે રહેવા આવી જા કહીને હેરાન કરતા હતા. એટલું જ નહીં તું જો મારી સાથે રહેવા નહીં આવે તો તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. જો કે મહિલાએ આ બાબત ધ્યાને લીધી ન હતી. એક દિવસ મહિલા મજૂરી કામ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે કાકા સસરા રસ્તામાં મળ્યા હતા અને હાથ પકડીને શારીરીક અડપલાં કરીને છેડતી કરી હતી. જેથી કંટાળીને મહિલાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં કાકા સસરા સામે ફરિયાદ કરતા પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch