Mon,13 April 2026,1:52 pm
Print
header

અમદાવાદ એરપોર્ટ પર DRI નું ઓપરેશનઃ બેંગકોકથી લાવવામાં આવેલો રૂ, 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

  • Published By dilip patel
  • 2026-04-03 17:20:56
  • /

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સ (DRI) અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખ્સો પાસેથી નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.

સુરક્ષા એજન્સીઓને અગાઉથી મળેલી સચોટ બાતમીને આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ પર વોચ રાખવામાં આવી હતી.  બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ ઉતરેલા બે શખ્સોની એરપોર્ટ પર ઉતરતા જ તપાસ કરાઇ હતી.

શંકાસ્પદ મુસાફરોની ટ્રોલી બેગની તપાસ કરતા અંદરથી 8 વેક્યૂમ-સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યાં હતા. તપાસમાં કુલ 2.25 કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.  

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી છે. FSL ટેસ્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ પદાર્થ હાઈબ્રિડ ગાંજો છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch