અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની લાંચ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. ACB એ શાહીબાગ વિસ્તારમાં સફળ ટ્રેપ ગોઠવીને ખાનગી વ્યક્તિને રૂ. 4,07,500 ની રોકડ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે.
ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મેળવવા માટે અગાઉ ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમને મકાન મળ્યું ન હતું. આ દરમિયાન તેઓ આરોપી સુરેશકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યાં હતા. આરોપીએ યોજનામાં સેટિંગ કરીને મકાન ફાળવી આપવાનો ભરોસો આપ્યો હતો અને ફરિયાદી પાસેથી અગાઉ રૂ. 3,82,500 પડાવી લીધા હતા.
ત્યાર બાદ આરોપીએ અન્ય એક સાહેદને પણ આ જ રીતે મકાન અપાવવાની લાલચ આપી રૂ. 5,75,000 ની લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂ. 4,07,500 આપવાનું નક્કી થયું હતું.
લાંચની આ રકમ ચૂકવવા ન માંગતા હોવાથી ફરિયાદી અને સાહેદે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી.એ ગોઠવેલા છટકામાં આરોપી સુરેશકુમાર પંડ્યા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે લાંચની રકમ રૂ. 4,07,500 સ્વીકારતાં જ સ્થળ પર ઝડપાઈ ગયો હતો. એ.સી.બી.એ પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44