Fri,26 April 2024,4:02 am
Print
header

અમદાવાદમાં IT વિભાગના દરોડામાં રૂ. 1 હજાર કરોડના બિન હિસાબી દસ્તાવેજો મળી આવ્યાં

અમદાવાદઃ શહેરમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને શહેરની બિલ્ડર લોબીમાં સોંપો પડી ગયો છે. સતત ત્રીજા દિવસે પણ આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું.આ સર્ચ આપરેશનમાં આવકવેરા વિભાગને કરોડો રૂપિયાની બેનામી સંપતિ હાથે લાગી હતી.આવકવેરા વિભાગે સતત ત્રીજા દિવસે સર્ચ આપરેશન કરતાં તેમને એક હજાર કરોડના બિન હિસાબી વ્યવાહારના દસ્તાવેજો મળી આવ્યાં છે. 500 કરોડ રૂપિયા ટીડીઆરમાં રોકડ લીધી હોવાની આશંકા છે. 350 કરોડ રૂપિયા રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં લેવાયા હોવાનું સામે આવ્યું છે. રૂપિયા 150 કરોડ કેશ લોન પેટે હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના સમભાવ ગ્રુપ ઓફ કંપનીઝ અને અન્ય બે બ્રોકરના ત્યાં ઈન્કમટેક્સ વિભાગે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક કરોડ રૂપિયા રોકડ અને 2.70 કરોડ રૂપિયાની જવેલરી પણ જપ્ત કરી છે. 14 લોકરોમાં તપાસ ચાલી રહી છે. કુલ 1000 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આયકર વિભાગ દ્વારા શહેરના અનેક બિલ્ડર ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યાં છે. અનેક ગ્રુપો પર ITએ તવાઇ બોલાવી હતી  તમામની ઓફિસો અને રહેણાંક પર સર્ચ આપરેશન ચાલી રહ્યું છે.નોંધનિય છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવી દીધો હતો.જેમાં પણ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપાઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch