Mon,13 April 2026,2:01 pm
Print
header

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગૃહ વિભાગનો મોટો નિર્ણય, 518 PI ની બદલીઓ અને 254 PSI ને બઢતી

  • Published By
  • 2026-03-26 15:30:49
  • /
  • ગુજરાત પોલીસમાં મેગા ટ્રાન્સફર કરવામાં આવી
  • અમદાવાદ શહેરના પોલીસ તંત્રમાં નોંધપાત્ર ફેરફારો
  • અમદાવાદમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા કેટલાક અનુભવી અધિકારીઓને ફરીથી શહેરમાં નિયુક્તિ મળી                                            

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસમાં એક સાથે મોટી સંખ્યામાં બદલી અને બઢતીના આદેશો છૂટ્યાં છે.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પહેલા જ આ મેગા ટ્રાન્સફર કરવામાં આવી છે. 254 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી અને 518 PI ની બદલી કરવામાં આવી.

જે અધિકારીઓ એક જ જિલ્લા કે ઝોનમાં લાંબા સમયથી ફરજ બજાવતા હતા, તેમની બદલી કરવામાં આવી છે. આ પાછળનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓમાં નિષ્પક્ષ કામગીરી સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ સઘન બને તે માટે અનુભવી અધિકારીઓને વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવ્યા છે.

આ બદલીના આદેશોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો સહિત ગ્રામ્ય વિસ્તારોના પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. વર્ષોથી શહેરી વિસ્તારોમાં સ્થાયી થયેલા અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી છે.

PCB અને LCB  જેવા સ્પેશિયલ યુનિટ્સમાં કાર્યરત અધિકારીઓને હવે સીધા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરના 47 PI ની અન્ય જિલ્લાઓ અથવા એજન્સીઓમાં બદલી કરવામાં આવી છે. જેમાં નરોડા, નારોલ, રાણીપ અને ગાયકવાડ હવેલી જેવા મહત્વના પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch