Wed,24 April 2024,1:07 am
Print
header

રેમડેસિવિર બાદ બ્લેક ફંગસના ઈન્જેક્શન બજારમાંથી થયા ગાયબ, દર્દીઓની હાલત બની કફોડી

નવી દિલ્હીઃ ગુજરાત અને દેશમાં જ્યારે કોરોનાના કેસો હજુ ઓછા થઇ રહ્યાં નથી, આ બધાની વચ્ચે પહેલા અચાનક જ  બજારમાંથી કોવિડ-19ની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન ગાયબ થઈ ગયા હતા જેનો કાળાબજારી કરતાં લોકોએ ભરપૂર લાભ ઉઠાવ્યો, જો કે દર વખતની જેમ બ્લેક માર્કેટિંગ કરતાં લોકો માલામાલ થઈ ગયા બાદ દેશમાં અનેક જગ્યાએથી રેમડેસિવિરનો જથ્થો મળ્યો હતો. હવે આવું જ કઈકં કોરોનાથી મુક્ત થયેલા અને મ્યુકરમાઈકોસિસનો ભોગ બનેલા દર્દીઓ સાથે થઈ રહ્યું છે.

બ્લેક ફંગરનો ભોગ બનેલા લોકો માટે Liposomal amphotericine B ઈન્જેકશન બજારમાં મળી રહ્યાં નથી.બિમાર વ્યક્તિના પરિવારને તે કોઈ મોટા મેડિકલ સ્ટોર પર મળતું નથી. દેશના લગભગ તમામ મોટા શહેરોમાં આ ઈન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ઈન્જેક્શન બનાવતી કંપનીના કહેવા મુજબ બ્લેક ફંગસ જેવી બીમારી માટે વપરતાં ઈન્જેક્શનની ડિમાન્ડ વધારે નહોતી. તેથી ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું હતુ પરંતુ અચાનક માંગ વધી છે.

હાલ કાચા માલની અછતને કારણે પૂરતું ઉત્પાદન થઈ શક્તું નથી. આ સંજોગો રેમડેસિવિરની જેમ જ સંગ્રહખોરોએ સ્ટોક કરીને કાળાબજારની શરૂઆત કરી હોવાની શક્યતા છે. જેને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ દિન-પ્રતિદિન કફોડી બની રહી છે.જો કે હોસ્પિટલ તંત્ર દ્વારા આ વાત સ્વીકારવામાં આવતી નથી.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા સહિત ઘણા શહેરોમાં આ રોગ જોવા મળ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 75 નવા દર્દી આવતાં અલગથી બે વોર્ડ શરૂ કરવા પડ્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch