Rajkot News: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રસ્તાઓ પર રફતારના રાક્ષસો બેફામ બન્યાં છે. વડોદરા બાદ ગાંધીનગરમાં પણ આવી જ ઘટના બની છે. રાજકોટમાં રવિવારે રાત્રે આવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઝડપથી આવતી કારે રસ્તે જતાં ત્રણ લોકોને કચડી નાંખ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. આ નબીરાએ પેટ્રોલ પૂરવા જતાં ડેરી ચલાવનારા 69 વર્ષીય પ્રફુલ ઉનડકટ અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરીયા અને તેમની સાથે 12 વર્ષની દીકરીને અડફેટે લીધા હતાં.તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં સારવાર દરમિયાન વડીલ પ્રફુલ ઉનડકરનો મોત નિપજ્યું હતું અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 12 વર્ષની બાળકીને અકસ્માતના કારણે માથામાં હેમરેજ થયું હતું.
અકસ્માત દરમિયાન તેની ગાડી 100 થી 120ની સ્પીડે દોડી રહી હોવાનું લોકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, કારચાલક પોતે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આ મુદ્દે તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ બે યુવતીઓ પણ બેઠી હતી. પરંતુ, અકસ્માત સર્જાયો એટલે બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસનો અકસ્માત, બાળકો સહિત 45 ભારતીયોનાં મોત | 2025-11-17 11:47:24
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026ના રોજ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે | 2025-11-16 11:45:16
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
રાજકોટમાં બેકાબૂ BMW એ ટુ-વ્હીલરને ટક્કર મારતા યુવાનનું મોત, કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું | 2025-11-10 16:26:23
અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું | 2025-11-08 13:15:55
Acb ટ્રેપઃ મોરબીમાં PGVCL ના નાયબ ઇજનેર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-11-08 09:42:03