પરિવારના સભ્યો અને ટોચના કમાન્ડરોનાં પણ મોત
તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકા અને ઈઝરાયેલ પર ભયાનક હુમલાની ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખમેનેઈના મોત બાદ શાંત બેસશે નહીં. IRGC એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગમે તે ક્ષણે વિનાશક જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ IRGCએ જાહેરાત કરી છે કે તેઓ ઈસ્લામિક ગણતંત્રના ઈતિહાસનું સૌથી તીવ્ર અને વિનાશક સૈન્ય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય લક્ષ્યાંક મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય મથકો અને અન્ય મહત્વના ઠેકાણાઓ હશે.
ઈરાનની ફાર્સ સમાચાર એજન્સીના જણાવ્યાં મુજબ, IRGC એ કહ્યું છે કે આ ઓપરેશન ગણતરીની ક્ષણોમાં શરૂ થશે. નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે, અમે એક મહાન નેતા ગુમાવ્યાં છે અને અમે તેનો શોક મનાવીએ છીએ, પરંતુ અમે ઘરેલું અને વિદેશી કાવતરાઓનો મક્કમતાથી સામનો કરીશું.
અહેવાલો મુજબ આ હુમલો અત્યંત ઘાતક હતો જેમાં માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ ઈરાનનું અન્ય નેતૃત્વ પણ હોમાયું છે. IRGCના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુર અને ખામેનેઈના સલાહકાર અલી શમખાનીના પણ તેહરાન પર થયેલા હવાઈ હુમલામાં મોત થયા હોવાના રિપોર્ટ્સ છે.
ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અલી ખામેનેઈની પુત્રી, પૌત્ર, પુત્રવધૂ અને જમાઈ પણ આ ઈઝરાયેલ-અમેરિકન હુમલામાં માર્યા ગયા છે. આ ઘટના બાદ સમગ્ર વિશ્વની નજર હવે ઈરાનના આગામી કદમ પર છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11