ટોરેન્ટોઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના સ્થાનિક રાજકારણને મહત્વ આપવા ભારત પછી હવે રશિયા પર નિશાન સાધ્યું છે. યુક્રેન સાથેના યુદ્ધને લઈને પહેલાથી જ રશિયાને ઘેરી ચૂકેલા ટ્રુડોએ હવે તેના પર ખાદ્ય અને ઉર્જા સંકટ સર્જવાનો આરોપ લગાવ્યો છે. તેમણે યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આયોજિત બેઠકમાં કહ્યું કે રશિયાએ હાલમાં જ ખાદ્ય અને ઉર્જાનું હથિયાર બનાવ્યું છે.
ટ્રુડોએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "રશિયાએ ઉર્જા અને ખાદ્યપદાર્થોનું હથિયાર બનાવ્યું છે, જેને કારણે લાખો લોકો તેની અછતથી પીડાઈ રહ્યાં છે. ખાદ્ય કટોકટીને કારણે ભૂખમરાની સ્થિતિ ઉભી થઈ રહી છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડા કટોકટીથી સૌથી વધુ પ્રભાવિત છે. અમને નથી લાગતું કે અમારે યુક્રેન માટે સમર્થન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-વૈશ્વિક વિકાસ મુદ્દા વચ્ચે પસંદગી કરવી પડશે. અમારા માટે જવાબદાર પગલું એ બંનેને પસંદ કરવાનું છે, જે અમે પૂરી તાકાત અને નાણાંકીય પ્રતિબદ્ધતા સાથે કરી રહ્યાં છીએ.
ટ્રુડોએ રશિયાને યુક્રેનમાંથી તુરંત જ સૈનિકો હટાવવાનું આહ્વવાન કર્યું અને કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલી લડાઈ કેનેડાની પણ લડાઈ છે. તેમણે કહ્યું કે આ અમારો સંયુક્ત સંઘર્ષ છે, તેમાં કોઈને શંકા હોવી જોઈએ નહીં. ટ્રુડોએ રશિયાને શાંતિની સલાહ આપતા કહ્યું કે બંને દેશો વચ્ચે શાંતિ નિયમોના સન્માન પર આધારિત હોવી જોઈએ. આ શાંતિ માનવતાવાદ અને સહિયારા મૂલ્યો પર આધારિત હોવી જોઈએ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55