Fri,19 April 2024,10:31 pm
Print
header

અફઘાનિસ્તાનમાં અંદરો અંદર ઘર્ષણ, બરાદર ગ્રુપ અને હક્કાની વચ્ચે વચ્ચે સત્તાને લઇને ગોળીબાર

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં નવી સરકારમાં પ્રમુખ પદ મેળવવા માટે બરાદર ગુપ અને હક્કાની નેટવર્કમાં પરસ્પર ધમાસણ થયું છે. આ કારણે તાલિબાને સરકાર રચવાની કામગીરી ત્રણ-ચાર દિવસ પાછળ ધકેલવી પડી છે. ધમાસણને શાંત કરવા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના પ્રમુખ જનરલ ફૈઝ હમીદ કાબૂલ પહોંચ્યાં છે એટલે કે પાકિસ્તાન પણ હવે આતંકીઓની સાથે જ છે.

હક્કાની નેટવર્કના નેતા અનસ હક્કાની અને ખલીલ હક્કાનીની મુલ્લા બરાદર તથા મુલ્લા યાકુબ સાથે ઝપાઝપી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરસ્પર થયેલા ફાયરિંગમાં બરાદર ઘાયલ થયાનો અને પાકિસ્તાનમાં સારવાર લઈ રહ્યો હોવાનો એનઆરએફે દાવો કર્યો છે. હક્કાની નેટવર્ક સરકારમાં મોટો હિસ્સો અને રક્ષામંત્રીનું પદ માંગી રહ્યા છે, તાલિબાન આટલું આપવા તૈયાર નથી. આ કારણે સરકાર રચવામાં વિલંબ થઈ રહ્યો છે.

બરાદર અને હક્કાની નેટવર્ક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે.મુલ્લા ઉમરનો પુત્ર મુલ્લા યાબુક શક્તિશાળી તાલિબાન સૈન્ય આયોગના પ્રમુખની ભૂમિકા નીભાવવા માંગે છે. તેનું કામ તાલિબાનના ફિલ્ડ કમાંડરો સાથે એક વિશાળ નેટવર્કને જોવાનું છે. તાલિબાનના રાજકીય નેતૃત્વમાં હક્કાની નેટવર્કે સરકારમાં કેટલા મહત્વના પદ આપવા હા પાડી હતી. ત્યારે હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબ્જા બાદ સ્થિતિ વધુ ભયાનક બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch