Thu,18 April 2024,6:16 pm
Print
header

તાલિબાન સંકટઃ અફઘાનિસ્તાનની હાલત પર જો બાઇડેન અને બોરિસ જોનસને કરી વાત

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ સામે આવેલા સંકટને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે વાત કરી છે અને આગામી રણનીતિ પર ચર્ચા કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ જાણકારી જાહેર કરવામાં આવી છે.

વ્હાઈટ હાઉસે કહ્યું કે અમારા રાજદૂત અને સૈન્ય કર્મીઓ દ્વારા પોતાના નાગરિકો, સ્થાનિક કર્મચારીઓ અને અન્ય નબળા અફઘાનોને બહાર કાઢવા માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી છે. જો બાઈડેને જી-7 ની વર્ચૂઅલ મીટિંગ હોસ્ટ કરી છે. જેમાં પણ અફઘાનિસ્તાનની હાલની ગંભીર હાલત પર ચર્ચા થશે.

અફઘાનિસ્તાનમાંથી દુનિયાભરના દેશ પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યું હતું કે 31 ઓગસ્ટ સુધીમાં કાબુલથી લોકોને એરલિફ્ટ કરવાનું કામ પુરું કરવામાં આવશે બીજી તરફ તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીનનું એક નિવેદન સામે આવ્યું છે, તેને ધમકીભર્યાં શબ્દોમાં કહ્યું કે નાટો ફોર્સ 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટનું નિયંત્રણ છોડી દે અને પોતાના દેશ પરત જાય.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી એકમાત્ર બચેલા પંજશીરમાં લડાઈ ભયાનક માર્ગે જતી દેખાઈ રહી છે.પંજશીર ઘાટી પર હજુ સુધી અફઘાનિસ્તાન કબ્જો કરી શક્યુ નથી. પંજશીર સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે અંદરાબમાં થયેલી લડાઈમાં અનેક તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે, 20 થી વધુ લડાકુઓને બંધક બનાવામાં આવ્યાં છે. આ લડાઈમાં તાલિબાનના ક્ષેત્રીય કમાન્ડર માર્યા જવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ તાલિબાને તેના કોઇ પણ લડાકુ નથી માર્યા ગયા તેવો દાવો કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch