Wed,31 May 2023,2:51 am
Print
header

મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post

રાજકોટઃ આત્મહત્યા કરી લેનારા અધિકારી જવાલાલ  બિશ્નોઇના પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને એક સનસનીખેજ પત્ર લખ્યો છે. જેમાં સીબીઆઇના અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મૃતકના પુત્ર આદિત્ય બિશ્નોઈએ કહ્યું છે કે સીબીઆઇના અધિકારીઓએ સર્ચ દરમિયાન મને કહ્યું હતું કે" તું તારા પિતાનું મોઢું ક્યારેય જોઇ નહીં શકે" તારા પિતા મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે, જેનું પરિણામ ભોગવવું પડશે.

આદિત્યએ કહ્યું કે, સીબીઆઇના અધિકારીઓએ તેમના ઘરે ઘુસીને અસભ્ય વર્તન કર્યું હતું. ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યો હતો અને રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને કોરા કાગળમાં સહી કરાવવા દબાણ કરતા હતા.સીબીઆઇના અધિકારીઓએ સ્પીકર ફોનમાં તેના પિતા સાથે વાત કરી હતી, તેના પિતા પરિવારને વચ્ચે ન લાવવા આજીજી કરી રહ્યાં હતા. તેમ છંતા તેમના પરિવારને હેરાન કરવામાં આવ્યો છે.

આદિત્યએ દાવો કર્યો છે કે સીબીઆઇએ સર્ચ દરમિયાન જે વાતો કહી છે તેનું ઓડિયો રેકોર્ડિંગ પણ તેની પાસે છે. આ મામલે પરિવારે તપાસની માંગ કરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch