Fri,19 April 2024,4:15 pm
Print
header

કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પરની ટિપ્પણીને લઈ સંસદમાં હંગામો - Gujaratpost

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને આડે હાથ લીધી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધિત કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી પર કરાયેલી ટિપ્પણી બાદ સંસદમાં હંગામો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે સોનિયા ગાંધીને આ મામલે માફી માંગવાનું કહ્યું. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.

ખાનગી ચેનલના કાર્યક્રમમાં અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધિત કર્યાં હતા. જો કે અધીર રંજન ચૌધરીએ પાછળથી કહ્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ. તેમની જીભ લપસી ગઈ હતી.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો જરૂર પડી તો હું રાષ્ટ્રપતિને મળીને માફી માંગીશ. હું વારંવાર કહી રહ્યો છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ આ બધા મુદ્દાઓ ભટકાવવાની કોશિશ થઇ રહી છે. મને બોલવાની તક મળવી જોઈએ. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સ્થાને છે. હું ક્યારેય સપનામાં પણ આવું બોલવાનું વિચારી શકું નહીં. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch