Sat,08 August 2026,9:33 pm
Print
header

Adani CNG માં રૂ. 4 નો વધારો કરાયો, વાહન ચાલકોમાંં નારાજગી

  • Published By Panna Patel
  • 2026-08-01 08:57:02
  • /

અમદાવાદઃ અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો થતા વાહનચાલકોનુ બજેટ ખોરવાઇ ગયું છે. સીએનજીના ભાવમાં સીધો 4 રૂપિયાનો વધારો કરી દેવાતા રોજ મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના બજેટ પર અસર પડશે.

ભાવવધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારા પહેલા સીએનજીનો જૂનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતામાં તીવ્ર વધારો થયો છે.

ગેસ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ અને સપ્લાય કોસ્ટન ધ્યાનમા રાખીને આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અચાનક 4 રૂપિયાનો વધારો ઝીંકતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar