Thu,25 April 2024,6:16 pm
Print
header

લોકડાઉનમાં કામ બંધ થતા મોડલ અને એક્ટ્રેસ વેશ્યાવૃત્તિમાં સામેલ, જાણો 2 કલાકના કેટલા રુપિયા લેવાતા હતા ?

પ્રતિકાત્મક ફોટો 

મુંબઈ: કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન બાદ દેશમાં દેહવ્યાપારના ધંધામાં અચાનક વધારો થયો છે. મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાંચ સેલે 32 વર્ષીય એક મોડલની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. આ મોડલની ઓળખ ઈશા ખાન તરીકે થઈ છે, તપાસમાં એ વાત સામે આવી છે કે તે મોડલ એક એવા રેકેટમાં સામેલ હતી જેમાં કેટલાંક ટીવી સ્ટાર પણ હતા. થોડાં દિવસમાં આ કેસમાં હજુ વધુ વ્યક્તિઓની ધરપકડની શક્યતા છે.

ગુરુવારે બપોરે જુહૂની લક્ઝૂરિયસ હોટલમાં દરોડા પાડવામાં આવ્યાં હતા અને પછી મોડલની ધરપકડ કરાઇ હતી. દરોડા દરમિયાન એક ટીવી એક્ટર તથા મોડલ ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા. આ બંને જાણીતી એન્ટરટેઇનમેન્ટ ચેનલમાં કામ કરતા હતા. સાથે જ બંને એક સાબુની જાહેરાતમાં પણ જોવા મળ્યાં હતા.

સીનિયર ઇન્સ્પેક્ટર મનીષ શ્રીધનકરે કહ્યું કે મહિલા દલાલ ઈશા ખાને કબૂલ્યું છે કે તેઓ આ રેકેટ ઘણા સમયતી ચલાવે છે. DCP (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) દત્તા નલાવડેને કોઈએ ઈશા ખાન અંગેની માહિતી આપી હતી અને તેમણે પોતાની ટીમને અલર્ટ કરી હતી. ત્યાર બાદ યુનિટ-7 ના અધિકારીઓએ નકલી કસ્ટમરને આરોપી મોડલ પાસે મોકલ્યો હતો. મોડલે આ વ્યક્તિ પાસેથી ચાર લાખ રૂપિયા માગ્યા હતા. ઈશા ખાને નકલી ગ્રાહક સાથે એક યુવતી સાથે 2 કલાક પસાર કરવાના 2 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હતી. 2 લાખ રૂપિયામાંથી 50 હજાર રૂપિયા ઈશા ખાનને આપવાના હતા. નકલી ગ્રાહકે બે યુવતીઓ પસંદ કરી હતી. આ બંને યુવતીઓને દોઢ-દોઢ લાખ રૂપિયા ઈશા ખાનના માધ્યમથી આપવાના હતા.

મોડલ તથા ટીવી એક્ટ્રેસે કહ્યું કે કોરોનાને કારણે લૉકડાઉન આવ્યું હતું, આ દરમિયાન જાહેરાત તથા ટીવી સિરિયલના શૂટિંગ બંધ થઈ ગયા હતા. પૈસા ખૂટી પડતાં તે આ ધંધામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch