મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલનું 42 વર્ષની વયે મોત થયું છે. તેના મૃત્યુનું કારણ હૃદયરોગ હુમલો હોવાનું કહેવાય છે. કાંટા લગા ગીતથી હેડલાઇન્સમાં આવેલી શેફાલી જરીવાલાને બિગ બોસ 13 માં પણ જોવા મળી હતી. શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેને અંધેરી લોખંડવાલા વિસ્તારની બેલેવ્યું હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
શેફાલી જરીવાલાનો જન્મ અમદાવામાં થયો હતો અને તે ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રી હતી. શેફાલીને 2002 માં આવેલા કાંટા લગા ગીતના રિમિક્સ વીડિયોથી ખ્યાતિ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ગીતની લોકપ્રિયતા પછી લોકોએ તેને કાંટા લગા ગર્લ પણ કહી. શેફાલીએ બિગ બોસ 13 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. શેફાલીના મોતના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
પતિ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો
અહેવાલો અનુસાર, શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો બેલેવ્યું મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તાત્કાલિક તબીબી સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના રિસેપ્શનિસ્ટે શેફાલીના મૃત્યુની પુષ્ટિ કરી છે. શેફાલીને તાત્કાલિક બીજી હોસ્પિટલ (કૂપર) લઈ જવામાં આવી હતી.
ફિલ્મ કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું
ટીવી સેલેબ્સ અલી ગોની, રાજીવ આદતિયા અને ઘણા ફિલ્મ સ્ટાર્સે શેફાલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટીવી જગતના સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શોક વ્યક્ત કર્યો છે. અલી ગોનીએ એક પોસ્ટ શેર કરીને લખ્યું, RIP. બીજી તરફ, રાજીવ આદતિયાએ લખ્યું, આ ખૂબ જ દુઃખદ છે. અભિનેત્રી મોનાલિસાએ પોતાનો આઘાત વ્યક્ત કર્યો અને લખ્યું, શું? શેફાલીના નિધન વિશે જાણીને અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ચોંકી ગઈ. તેને x પર લખ્યું, શેફાલી વિશેના સમાચાર સાંભળીને મને હજુ પણ આઘાત લાગ્યો છે. ખૂબ જલ્દી ચાલી ગઇ. તેના પતિ અને પરિવાર ખૂબ જ દુઃખી છે.
તેના અચાનક મોતથી મનોરંજન ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેના મોત વિશે વધુ માહિતી અને પરિવાર તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. પરાગને શનિવારે મોડી રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી કૂપર હોસ્પિટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તે ખૂબ જ દુઃખી હતો. શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં પછી ઘરે જતી વખતે તે ખૂબ જ ઉદાસ દેખાતો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ: ઊર્જા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર | 2026-03-12 16:39:35
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
આ પાન સ્વાસ્થ્ય માટે એક ચમત્કારિક દવા છે, તે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, કોલેસ્ટ્રોલને દૂર કરે છે | 2026-03-12 10:52:30
આ ફૂલ ઔષધીય ગુણોથી ભરપૂર છે, કબજિયાત, ઉધરસ, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક છે, તેના ફાયદાઓ વિશે જાણો | 2026-03-11 09:00:46
દરરોજ ફુદીનાનું પાણી પીવું એ એક આશીર્વાદ છે; તે ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરશે | 2026-03-09 08:59:10
દરરોજ સવારે પીવો મેથીનું પાણી, નસોમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ સાફ થઈ જશે! | 2026-03-08 08:57:13
સવારે ખાલી પેટે કલોંજીના બીજ ખાવાના ફાયદા, થાઇરોઇડ અને ડાયાબિટીસ માટે ફાયદાકારક છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો | 2026-03-07 09:20:38