Entertainment News: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની 'અક્ષરા' એટલે કે હિના ખાન સ્તન કેન્સરના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં તેણે આ દુઃખદ માહિતી ચાહકો સાથે શેર કરી હતી. હિનાની સારવાર ચાલી રહી છે પરંતુ તે કેન્સરની સારવાર દરમિયાન કીમોથેરાપીની આડઅસરથી પીડાઈ રહી છે. તે કીમોથેરાપીની આડઅસરો સામે લડવા માટે તેના માનસિક સ્વાસ્થ્ય સાથે મજબૂત રહેવા માંગે છે. તેથી ભારે હૈયે તેણે જાતે જ માથું મુંડન કર્યુ હતું. એક્ટ્રેસનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જ્યારથી હિના ખાને તેના પ્રશંસકો સાથે તેના સ્વાસ્થ્ય વિશેની માહિતી શેર કરી છે, ત્યારથી ચાહકો તેના માટે સતત પ્રાર્થના કરી રહ્યાં છે. હિનાને ભગવાનની સાથે પોતાની જાત પર વિશ્વાસ છે કે તે આ યુદ્ધ જીતશે. હિના ખાને તેના પ્રથમ કીમોથેરાપી સેશન પછી તેના વાળ ટૂંકા કરી દીધા હતા. હવે જેમ જેમ સારવારની પ્રક્રિયા આગળ વધી રહી છે, હિનાને આડઅસર જોવા મળી રહી છે. તે સતત વાળ ખરવાથી પોતાને પરેશાન કરવા માંગતી નથી. તેથી તેણે માથું મુંડાવવાનું નક્કી કર્યું.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે તેણે આ મોટું પગલું કેમ ભર્યું. આ વીડિયોમાં હિનાનું દર્દ વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે તે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતી જોવા મળે છે. હિના ખાને શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી ટ્રીમર વડે માથું મુંડતી જોવા મળે છે.
વીડિયોમાં હિના ખાન કહે છે- તમે આમાંથી ત્યારે જ જીતી શકો છો જ્યારે તમે તમારી જાતને અપનાવો. હું મારા જીવનના આ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#HinaKhan
— Yug (@mittal68218) August 2, 2024
ब्रेस्ट कैंसर की तीसरी स्टेज में एक्ट्रेस हिना खान ने खुद ही मुंडवाया सिर, इमोशनल हुए फैंस। pic.twitter.com/7B7PdVqHLj
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
આ ડ્રાય ફ્રુટ કાજુ-બદામ કરતા પણ વધુ શક્તિશાળી છે, શરીરને મજબૂત બનાવે છે | 2025-01-13 08:19:28
આ શાકભાજી નસોમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને બહાર ફેંકી દે છે, તેને આહારમાં સામેલ કરવાથી રક્તવાહિનીઓ સાફ થઈ જશે | 2025-01-12 10:46:51
રાત્રે ગોળ સાથે આ વસ્તુ ખાઓ, તમારું પેટ રહેશે સાફ, મળશે આ ફાયદા | 2025-01-11 12:40:06
હાઈ બ્લડ પ્રેશરથી લઈને આ 5 બીમારીઓમાં આદુનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે BP કંટ્રોલ કરવામાં મદદ કરે છે | 2025-01-10 08:54:10
ડાયાબિટીસમાં સરગવાના પાંદડા અને શીંગોનો રસ ઝડપથી ઇન્સ્યુલિન વધારી શકે છે, સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે | 2025-01-06 16:41:30