Thu,25 April 2024,8:59 pm
Print
header

લોકોને હંમેશા હસાવનારા સતિષ કૌશિક આપણી વચ્ચે નથી રહ્યાં, અનુપમ ખેરે આપી માહિતી- Gujarat Post

મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા અને ડાયરેક્ટર સતિષ કૌશિકનું નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અને એક્ટર અનુપમ ખેરે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સતિષ કૌશિક 67 વર્ષના હતા. અનુપમ ખેરે મિત્રને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, સતિષ તારા વગર જિંદગી પહેલા જેવી નહીં રહે.

તેમણે લખ્યું કે, હું જાણું છું કે મૃત્યુ જ આ વિશ્વનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત મેં ક્યારેક મારા જિગરી દોસ્ત સતિષ કૌશિક માટે લખીશ તેવું વિચાર્યું ન હતું, તેમણે એમ પણ લખ્યું કે 45 વર્ષની દોસ્તી પર અચાનક પૂર્ણવિરામ. Life Never be the same without you satish. ઓમ શાંતિ.

સતિષ કૌશિક બોલિવૂડના જાણીતા અભિનેતા, કોમેડિયન, સ્ક્રીપ્ટ રાઇટર, નિર્દેશક અને નિર્માતા હતા. તેમનો જન્મ 13 એપ્રિલ, 1965ના રોજ હરિયાણામાં થયો હતો. બોલિવૂડમાં આવતા પહેલા તેણે થિયેટરમાં કામ કર્યુ હતું. ફિલ્મ અભિનેતા તરીકે તેમને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડર તરીકે ઓળખ મળી હતી. 1997માં દીવાના મસ્તાનામાં પપ્પુ પેજરનો રોલ કર્યો હતો. કૌશિકે 1990માં રામ લખન અને 1997માં સાજન ચલે સસુરાલ માટે બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો હતો. તેમને ગોવિંદા સાથે અનેક ફિલ્મો કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch